પશ્ચિમ બંગાળના કોલકતામાં આવેલા પાંડુઆ ગામના જંગલમાં આવેલ ચંદ્રતાલા મંદિરમાં વર્ષો પહેલાં રાઉભાન નામના ચંદ્રવંશી સુબાએ મેળવેલા ખજાનાને પ્રજાના હિતમાં ઉપયોગ લેવાય અને ત્યાં સુધી કોઈ બીજા રાજાઓના હાથ ન આવે તે માટે તેને મંદિરમાં છુપાવ્યું. જેની રચના એ સમયના ગણ્યા ગાંઠ્યા શિલ્પકારો એ કરી કે જેઓએ એકવાર કોઈ વસ્તુ જમીનમાં છુપાવી ત્યારબાદ તેને મેળવવા માટે માત્ર તે અથવા તેના જ વંશનું લોહી મળ્યે જ મેળવી શકાય.
વર્ષો પછી તે ખજાના માટે પાગલ થયેલાં માણસોમાંથી એક રાક્ષસ બહાર આવ્યો. જે સત્તા અને શક્તિનો લાલચી હતો. તેણે ચંદ્રવંશીઓના રાજ્યનો વિનાશ કર્યો અને તે ખજાનાના અંશમાત્રને મેળવીને અડધી જિંદગી જીવ્યો. મળેલા ખજાનાથી આવેલી સતા અને...